BHUJKUTCH

મીરજાપર સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારોની વરણી કરાઈ

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આગામી ૩૦ જૂને પ્રથમ સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવશે

રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

મીરજાપર (ભુજ) : સમસ્ત બ્રહ્મ સમાજ એકજૂટ બને તેવા ઉમદા ઉદ્દેશથી મીરજાપર સમસ્ત બ્રહ્મસમાજની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ગત તા.૧ જૂને કારોબારીની પ્રથમ બેઠકમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગીરીશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ રાજગોર, અશોક જોશી અને યોગેશભાઈ વ્યાસ, મંત્રી તરીકે ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, સહમંત્રી તરીકે કલ્પેશભાઈ ભટ્ટ, ખજાનજી તરીકે જીજ્ઞેશભાઈ ભટ્ટ, સહખજાનજી તરીકે અંકિતભાઈ વ્યાસ, સંગઠન મંત્રી તરીકે સાગરભાઈ ગોર, સહસંગઠન મંત્રી તરીકે રાજનભાઈ વેદાંત અને પ્રશાંતભાઈ જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સલાહકાર સમિતિમાં અરવિંદભાઈ જોશી, શામજીભાઈ જોશી, દિપકભાઈ જોશી તેમજ લક્ષ્મીકાંતભાઈ ઉપાધ્યાયની નિમણુંક કરવામાં આવી હતી. પુજનભાઈ જાની અને શશિકાન્તભાઈ આચાર્યને મીડિયા કન્વીનર અને સહમીડિયા કન્વીનરનો પદભાર આપવામાં આવ્યો હતો. કારોબારી સભ્યોમાં રૂપેશભાઈ જોશી, નિકુલભાઈ મહેતા, નિરવભાઈ જોશી, દિપકભાઈ જોશી, જીજ્ઞેશભાઈ દવે, પ્રફુલાબેન મહેતા, મીનાક્ષીબેન આચાર્ય, હસ્તાબેન ગોર અને કૃપાબેન જોશીને જવાબદારી સોંપવામાં આવી હતી.

મીરજાપર ગામમાં રહેતા ૮૦ જેટલા બ્રાહ્મણ પરિવારોને ફાયદારૂપ બનવા નવનિયુક્ત હોદ્દેદારોએ નેમ લીધી હતી અને આગામી ૩૦મી જૂને પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી બાદ નજીકના ભવિષ્યમાં વહીવટદાર શાસિત મીરજાપર ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજવા જઈ રહી છે. ત્યારે આ વખતે એકજૂટ બનેલા બ્રાહ્મણ સમાજની ઉપેક્ષા કરવી ઉમેદવારોને મોંઘી પડે તો નવાઈ નહીં.

[wptube id="1252022"]
Back to top button