કાલોલમાં ત્રણ સહિત જીલ્લાના સાત સ્થળ ઉપર ૭૦૦ થી વધુ બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો

તારીખ ૩૦/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિશપાલજી અને યોગ બોર્ડના ઓ.એસ.ડી.બીશન સિંગ બેદી ના નેતૃત્વ હેઠળ ગુજરાતના ૩૩ જિલ્લામાં ૨૦૦ થી વધુ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.પંચમહાલ જિલ્લા ખાસ કરી સ્ટેટ કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલ,ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન,જિલ્લા કોર્ડીનેટર સોનલબેન પરીખની દેખરેખ માં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭ થી ૧૫ વર્ષના ૨૦ હજાર થી વધુ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એ ૩૩ જગ્યા માંથી એક જિલ્લો પંચમહાલ કે જેમાં સાત સ્થળ ઉપર ૭૦૦ થી વધુ બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો. કેમ્પમાં તેમને યોગની સાથે સાથે પ્રાણાયામ,રમતો,કલર,ડ્રોઈંગ, ગીતાના શ્લોક નું જ્ઞાન, પ્રાર્થનાઓ આદિ,જેવી પ્રવૃત્તિઓ શિવીર સંચાલકો દ્વારા કરાવવામાં આવતી હતી.ગુજરાત સ્ટેટ યોગબોર્ડ તરફથી સુંદર ચિત્રપોથી, કેપ,યોગ પુસ્તિકા,ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જ્યારે શિબિર સ્થળ પર બાળકોને પૌષ્ટિક નાસ્તાની તેમજ બાળકોને અનુરૂપ જ્યુસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના વાલીઓએ પણ ખૂબ જ આ પ્રવૃત્તિ અંગેની સરાહના કરી હતી અને પંચમહાલ જિલ્લામાં મહર્ષિ વિદ્યાલય ખાતે ટ્રસ્ટી,તેમજ પ્રિન્સિપાલ ભક્તિ મેડમ નો ખૂબ જ સહકાર મળ્યો હતો અને સતત બીજા વર્ષે પણ ત્યાં આગળ બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલમાં ત્રણ સ્થળ પર જેમાં કાછિયાની વાડીમાં કાજલબેન જાસ્વાણી અને અશોકભાઈ દ્વારા મહર્ષિ વિદ્યાલય માં શ્યામલભાઈ પરીખ,પંક્તિ પટેલ, અંજના પંચાલ દ્વારા તેમજ ઘોઘંબા તાલુકામાં કૈલાશબેન જોશી અને દશરથભાઈ દ્વારા અને કાલોલ તાલુકાના વેજલપુર ખાતે સોનલબેન દરજી અને મનીષાબેન વાળંદ દ્વારા તથા ગોધરા ખાતે બે સ્થળ પર તેજલબેન પંચાલ અને હસમુખભાઈ હડિયાળ ની ટીમ દ્વારા અને હાલોલમાં જીતેન્દ્રભાઈ પાઠક અને સ્વાતિબેન દલવાડી દ્વારા ૭ સ્થળો પર ૭૦૦ થી વધુ બાળક એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડે નિશુલ્ક કેમ્પનું આયોજન કરી બાળકોને એક સરસ માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે બાળકો રજાઓની અંદર મોબાઈલ પર રહે છે.અને શેરી રમતો જે બાળકો ભૂલી ગયા છે માત્ર ઘરમાં બેસી ટીવી પર સમય વ્યતીત કરે છે.એવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ સમર કેમ્પનું આયોજન કરી બાળકોને દસ દિવસ એક સુંદર પ્રવૃત્તિમાં જોડી યોગ જે ઋષિ પરંપરા છે એનાથી બાળકોને અવગત કરાયા હતા.