Dr Ambedkar : બંધારણ દિવસ નિમિતે સુપ્રીમ કોર્ટ પરિસરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત

આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. 26 નવેમ્બર 1949 ના રોજ, બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું.
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ વખતનો બંધારણ દિવસ પણ અલગ છે. દેશના મોટા ભાગના સ્થળોએ દરેક નાના-મોટા શહેર, નગર અને ગામડાઓમાં ડો. આંબેડકરની પ્રતિમા હાથ ઉંચા કરીને લોકોને આગળ વધવાની પ્રેરણા આપતી જોવા મળે છે. સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પહેલ પર ન્યાયશાસ્ત્રી ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્રણ ફૂટ ઊંચા પાયા પર, વકીલના પોશાકમાં ડૉ. આંબેડકરની સાત ફૂટ ઊંચી પ્રતિમા છે. તેમણે વકીલની જેમ ગાઉન અને બેન્ડ પહેર્યા છે અને એક હાથમાં બંધારણની નકલ છે.
સુપ્રીમ કોર્ટ પરિસરમાં અત્યાર સુધીમાં બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. એક છે મધર ઈન્ડિયાનું ભીંતચિત્ર, જે ભારતીય મૂળના બ્રિટિશ કલાકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની બીજી પ્રતિમા પણ બ્રિટિશ શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્રતિમા ભારતમાં જન્મેલા અને ભારતીય નાગરિક કલાકાર નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવી છે.
આંબેડકરની મૂર્તિ સ્થાપના પર CJIએ કહ્યું કે બાબા સાહેબની પ્રતિમાને કોર્ટ સુધી પહોંચાડવાનો અધિકાર જ બંધારણીય અધિકાર અને સ્વતંત્રતાનું મૂળ છે. જે રીતે બંધારણ આપણને રાજકીય મતભેદોને હલ કરવાની પરવાનગી આપે છે, તે રીતે કોર્ટ અમને વિવાદોને હલ કરવાની પરવાનગી આપે છે. CJI ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે આપણે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ પછી આપણે બંધારણીય દિવસ કેમ મનાવી રહ્યાં છીએ? આ સવાલનો જવાબ સંસ્થાનવાદમાંથી મુક્તિના ઇતિહાસમાં છુપાયેલું છે, જ્યાં દેશોએ માત્ર સ્વ-નિર્ણય માટે સ્વતંત્રતાના દરવાજા ખોલ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે તેમના સંબોધનમાં પૂછ્યું હતું કે ભારતના બંધારણ અને સ્વતંત્રતાનું શું થશે? તેમણે કહ્યું કે ભારતે માત્ર બંધારણીય લોકશાહી જાળવી રાખી નથી પરંતુ લોકોએ તેને આત્મસાત પણ કરી છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે આપણે આ તથ્યનું સમ્માન કરીએ છીએ કે બંધારણ હાજર છે અને આ કામ કરે છે, જેને કારણે આપણે આ દેશ ચલાવી રહ્યાં છીએ, તેમણે કહ્યું કે આપણે સ્વતંત્રતાની ઉર્જાને બંધારણીય લોકતંત્રના જહાજને બનાવવામાં સફળતાપૂર્વક ચાલુ રાખ્યુ છે અને આ આગળ પણ ચાલુ રહે આ સુનિશ્ચિત કરવું આપણી જવાબદારી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પ્રાદેશિક ભાષામાં અનુવાદ પર કામ કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે પ્રથમ બેઠક પછી અંગ્રેજીમાં 36,068 ચુકાદા આપ્યા છે. તમામ નિર્ણય હવે ઇ એસસીઆર પ્લેટફોર્મ પર મફત ઉપલબ્ધ છે.