AHAVADANG

Dang: આહવા ખાતે કુકણા,કોકણી,કોકણા અને કુનબી(ડાંગ) સમાજનાં સહયોગથી કારકિર્દી સેમીનાર યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની આહવા સરકારી કોલેજ ખાતે આદિવાસી કુકણા,કોકણી,કોકણા અને કુનબી(ડાંગ) સમાજનાં સહયોગથી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નો આયોજન કરવામાં આવ્યો હતો
ગુજરાતનાં સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રોજગાર લક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ અને રોજગારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન કુકણા,કોકણી,કોકણા અને કુનબી(ડાંગ) સમાજનાં  GAS નિવૃત અધિકારી આઈ.જે.મારીએ UPSC અને GPSC પરીક્ષાઓ વિશે માહિતગાર કર્યા હતા.તેમજ ઉચ્ચશિક્ષણ અને પી.એચડી થી  કોલેજોમા લેક્ચરર કેવી રીતે બની શકાય તેની માહિતી આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ડાંગ આદિવાસી સમાજનાં વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમા યોજાયો હતો. તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિબિરમાં ભાગ લઈ કારકિર્દી અંગે માર્ગદર્શન મેળવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

[wptube id="1252022"]
Back to top button