GUJARATSURENDRANAGARTHANGADH

થાનગઢમાં દસ દિવસે પાણી આવતું હોવાથી ભર ઉનાળે લોકોને પારાવાર મુશ્કેલી

જિલ્લા કલેકટર અને ધારાસભ્યની મામલતદાર ઓફિસમાં બેઠક યોજાઈ.

તા.27/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા કલેકટર અને ધારાસભ્યની મામલતદાર ઓફિસમાં બેઠક યોજાઈ.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની મુદત પુરી થઈ જતા અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પાછી ઠેલાતા હાલ પાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે ત્યારે પાલિકામાં કાયમી ચીફ ઓફીસર પણ નથી લીંબડીના ચીફ ઓફીસર જીગ્નેશ બારોટને થાનનો ચાર્જ સોંપાયા છે ત્યારે હાલ શહેરી વિસ્તારમાં સમસ્યા ઉકેલવા કોઇ ધ્યાન અપાતુ ન હોવાથી શહેરની સ્થિતિ વધુ બગડી હોવાની રાવ ઉઠી છે થાનગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં 10 દિવસે પાણી આવતુ હોવાથી ભર ઉનાળે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીજી તરફ થાનગઢના પુલનું કામ ગોકળ ગતિએ ચાલતુ હોવાથી શહેરીજનોને ટ્રાફીકની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે શહેરમાં ગટરની સમસ્યાના કારણે ગંદકી મચ્છરના કારણે બિમારી ફેલાવાનો પણ ભય દેખાઇ રહયો છે આમ શહેરની આવી અનેક ગંભીર બાબતો બાદ જિલ્લા કલેકટર કે.સી.સંપત અને ધારાસભ્ય સામજીભાઇ ચૌહાણ શુક્રવારે થાનગઢ દોડી ગયા હતા મામલતદાર કચેરીમાં રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો સાથે બેઠક કરી હતી શહેરના લોકોએ રસ્તા, પીવાના પાણી, ભુગર્ભ ગટરના કામકાજ, સ્ટ્રીટલાઈટ, ઓવરબ્રીજનું મંથરગતિએ ચાલતુ કામ સહિતની રજૂઆતો કરી હતી જેમાં કલેકટરે થાનગઢ પાલિકાના ઈન્ચાર્જ સીઓને જરૂરી સાધનો વસાવી લોકોની સમસ્યા દુર કરવા જણાવ્યુ હતુ જયારે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ધારાસભ્યને સાથે રાખી થાનગઢના ઓવરબ્રીજના પ્રશ્ર્ન અંગે ગાંધીનગર જઈ સીએમને રૂબરૂ રજુઆત કરવાની લોકોને ખાતરી આપી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, મામલતદાર પી. એમ. સોઢા, ટીડીઓ જયોતીબેન બોરીચા, પાલિકાના પુર્વ પ્રમુખ લીનાબેન ડોડીયા, સીરામીક ઉદ્યોગપતિ સુરેશભાઈ સોમપુરા, શાંતિલાલ પટેલ, પ્રભુદાસ લોહાણા, હસમુખભાઈ દોશી, કીરીટભાઈ વોરા, પ્રફુલ્લભાઈ મહેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button