
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : જિલ્લામાં મોલ,કોચિંગ ક્લાસિસ, રીડિંગ લાયબ્રેરી તેમજ ફૂડ ઝોન, હોટલમાં સેફટી ખરી..? મોડાસા નજીક આવેલ વોટરપાર્કમાં સેફટી જેકેટ નો અભાવ…?
રાજકોટ માં બનેલી આગકાંડ ની ઘટના ને લઇ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. અને આ ઘટના પાછળ તંત્ર ની ઘોરબેરકારી સામે આવી છે કે જે ગેમ ઝોન હતો તેમાં ફાયર સેફટી નો અભાવ હતો અને NOC વગર જ આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો.જેના કારણે જે આગે જે સ્વરૂપ ધારણ કર્યું અને 33 લોકો એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો અને હાલ સમગ્ર ઘટના ને લઇ તંત્ર પર સવાલો ઉભા છે. પરંતુ આ ઘટના ને લઇ હવે તંત્ર એ પણ સબક લેવો જોઈએ અને જે ફાયર સેફટીના અભાવને કારણે ધમધમતા મોલ, ફ્રુડ ઝોન, કોચિંગ ક્લાસીસ, સહીત અનેક જગ્યાએ ફાયર સેફટી ના હોય એવી જગ્યાઓ સામે કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.જે આજે પણ કેટલાક વિસ્તારમાં ફાયર સેફટી નથી છતાં મોલ, ફ્રુડ ઝોન, કોચિંગ ક્લાસીસ,રીડિંગ લાયબ્રેરી, સહીત ચાલી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં પણ જો રિયાલેટી ચેક કરવામાં આવે તો ઘણી જગ્યાઓ એવી છે જ્યાં જિલ્લામાં કેટલી જગ્યાએ એન્ટ્રી છે અને એક્ઝિટ નથી ઘટના ને લઇ રાજકોટ આગકાંડ થતાં રાજ્યના અલગ-અલગ જગ્યાએ તંત્ર દોડતું થયું છે આજે અરવલ્લી ના મોડાસામાં કેટલા મોલ, કોચિંગ ક્લાસિસ, રીડિંગ લાયબ્રેરી તેમજ ફૂડ ઝોનમાં ધમધમી રહ્યા છે પરંતુ ત્યાં કોઈ સેફટી ખરી..? મેઘરજ રોડ પર આવેલી રીડિંગ લાયબ્રેરી, મોલ અને કોચિંગ ક્લાસિસમાં શું છે સ્થિતિ, ફાયર ઇક્યુપમેન્ટ સહી સલામત કે પછી રામ ભરોસે..? જેવા અનેક સવાલો ઉભા થયાં છે બીજી તરફ મોડાસા નજીક હિંમતનગર રોડ પર આવેલ વોટરપાર્ક જે ઉનાળા ના સમયે આનંદ તો આપે છે પણ ખાસ કરીને વોટર પાર્કમાં આવેલ જે રાઈડો છે જેવી કે વે જેમાં સેફટી જેકેટ સેફટી માટે ખરા..? એ પણ સવાલ છે ત્યારે હાલ વોટર પાર્કમાં લોકો મજા માણી રહ્યા છે પણ ક્યારેક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તંત્ર કે પછી માલિક..? ત્યારે અરવલ્લી જિલ્લામાં જે જોવાલાયક જગ્યાઓ, મનોરંજન માટે ની જગ્યાઓ, દવાખાના, રિડિંગ રૂમ, લાયબ્રેરી, મોલ, ફ્રુડ ઝોન સહીત અનેક મોટી હોટલો માં શું ફાયર સેફટી નો અભાવ તો નથી ને એની ખાસ તંત્ર એ નોંધ લેવી જોઈએ અને ચેકીંગ હાથ ધરવી જોઈએ અને જેની પાસે સેફટી માટે જો પૂરતા સાધનો ના હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ જેના થી મોટી દુર્ઘટના સર્જાતી અટકી શકે