રોડ સલામતી અને જીવન સુરક્ષા’ વિશે સેમિનાર ભવન્સ કોલેજ ખાતે યોજાયો.

ભારતીય વિદ્યા ભવન, TTIBI, ઇન્ફીનીયમ ટોયોટા નાં સહયોગ થી ATCC દ્વારા ‘રોડ સલામતી અને જીવન સુરક્ષા’ વિશે સેમિનાર તારીખ ૨૦-૫-૨૦૨૪ ના રોજ ભવન્સ કોલેજ ખાતે યોજાયો.
કાર્યક્રમને આશીર્વાદ આપવા શ્રી મુકેશ પટેલ, ચેરમેન- ભારતીય વિદ્યા ભવન, ડૉ. સ્વાતિબેન કાપડિયા, પ્રિન્સિપાલ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ હાજર રહ્યા. શ્રી મીના ભાટિયાએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
ડૉ.પ્રવિણ કાનાબાર, શ્રી એસ.બી. ઝવેરી, આર.ટી.ઓ (નિવૃત્ત), શ્રી નરેશ ગુલાટી દ્વારા રસ્તા પર થતા અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તથા રોડ સલામતી અને જીવન સુરક્ષા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રી ગિરિરાજ દવેએ સેમિનાર માં ભાગ લીધેલ વિધાર્થીઓને તથા વરિષ્ઠ નાગરિકોને રોડ સેફટી અંગે પ્રતિજ્ઞા લેવડાવી. ‘આપણા રસ્તા આપણી જવાબદારી છે’ તેવી સમજ આ સેમિનારમાં આપવા માં આવી. શ્રી ભરત ગાંધીએ ઉત્તમ ફોટોગ્રાફી કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. મોટી સંખ્યા માં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.










