વેજલપુરના દબાણો દૂર કરવા ઉચ્ચ કક્ષા સુધી અનેક વખત લેખિત રજૂઆત તેમ છતાં દબાણો યથાવત રહેતા જાગૃત નાગરિક ની આત્મવિલોપન ની ચીમકી

તારીખ ૨૩/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામના મુખ્ય રસ્તા ઉપર ના દબાણો અંગે અનેક વાર તાલુકા સ્વાગત જીલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રી લોક ફરિયાદ કાર્યક્રમ માં ૧૧/૧૧/૨૦૦૯ થી અત્યાર સુધી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી અરજદાર ને ન્યાય મળેલ નથી અરજદાર ની અરજી મુજબ સીટી સર્વે દ્વારા ૧ થી ૪૦ અને ૪૦ થી ૭૩ ની માપણી કરી રેડ લાઈન કરવામાં આવેલ તેમ છતાં માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી ખોટા રિપોર્ટ કરવામાં આવેલ છે ત્યારે વેજલપુર ગામના નાગરિક દ્વારા સને ૨૦૧૫ માં ગુજરાત હાઈકોર્ટે માં પીટીશન દાખલ કરતા અમુક દબાણો દૂર કરવામાં આવિયા હતા જેમાં ગામમા બહુ ચર્ચિત લાગુ સર્વે નં ૧૪૧૭ સરકારી ગળનાળા નું મસમોટું દબાણ કરતા દ્વારા સાત દિવસ માં સ્વૈચ્છિક દૂર કરી આપવાની ખાતરી આપી હતી જેથી તે મસ મોટું દબાણ યથાવત રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ના આશીર્વાદ થી ગળનાળા ઉપર વધુ પાકું દબાણ કરવામાં આવ્યું હતું અને વેજલપુર ગ્રામ પંચાયત ની ચુંટણી દરમિયાન આચાર સહિતા નું ઉલધન કરી કોઈપણ અધિકારી ની મંજૂરી વગર વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી કર્મ મંત્રી રમેશભાઈ ભોઇ દ્વારા ૫૦ જેટલા પતરાં ના કેબીન ધારકો પાસેથી બે લાખ ની માતબર રકમ લઇ પગથી પંથ ઉપર કેબીનો મુકવામાં આવ્યા છે જેથી અરજદાર દ્વારા લેખિત માં જણાવેલ છે કે ભ્રષ્ટાચાર ની રકમ લઈને કેબીનો મુકવામાં આવ્યાં છે જેથી અરજદાર દ્વારા તલાટી ઉપર સીધું નિશાન સાધ્યું છે અને વધું અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એમ જી વી સી એલ દ્વારા લોખંડ ની કેબીનો ઉપર થી જીવિત હેવી લાઈન પ્રસાર થતી હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ અને પતરાની લોંખડ ની કેબીનો થીં મુખ્ય માર્ગ પાસે ની સરકારી તમામ કચેરીઓ જેવી કે પી ડબ્લ્યુ ડી ઓફિસ પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ ફોરેસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત કચેરી ના આગળ ના ભાગે પ્રગથી પંથ ઉપર તલાટી દ્વારા કેબીનો મુકવામાં આવેલ છે જેથી તાલુકા સ્વાગત માં અનેક જવાબો રજૂ કરેલ હોવાછતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી જેથી વેજલપુર રસ્તા પૈકી ના દબાણો દૂર ના થાય તો મામલતદાર સામે કાર્યવાહી થાય તેવા પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે તો બીજી તરફ અરજદાર ને એવું લાગી રહયુ છે કે ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ દ્વારા દબાણો રોકવામાં આવ્યા હોય તેવું લાગી રહયુ છે જેથી અરજદાર એ મુખ્યમંત્રી ના કાર્યાલય ઉપર આત્મવિલોપન કરવાની ચીમકી ઉપચારી છે









