BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારમાં રોડ-રસ્તાનું ખાતમુહુર્ત 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬-૧૦-૨૦૨૩

 

નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારના આવેલા ગામોમાં રોડ-રસ્તા વષૉથી નહીં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.પછાત વિસ્તારના ગામોમાં આરોગ્યલક્ષી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નહતી.મહિલાઓ,યુવાનો અને વૃદ્ધોને પગદંડીના મારફતે જ નેત્રંગ તાલુકા મથક સુધી પહોંચવા મજબુર બન્યા હતા.સ્થાનિક રહીશો વર્ષૉથી રોડ-રસ્તાના નિમૉણની માંગ કરી રહ્યા હતા.તેવા સંજોગોમાં ઝઘડીયામા ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની રજુઆતથી લાખો-કરોડો રૂપિયાના ખર્ચ નેત્રંગ તાલુકાના પાડા ગામ ખાતે ઝઘડિયા તાલુકાના ધોલી ગામથી જામોલી,જામોલીથી પાડા અને પાડાથી કોલીયાપાડાને જોડતા રસ્તો અને ઝઘડીયા તાલુકાના હરીપુરાથી રાજપરાને જોડતા પુલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું,અને પાડા ગામનો પુલ,વાંકોલ ગામનો પુલ અને ઉમરખડાને જોડતા પુલનું લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદ વ્યાપી જવા માંડ્યા હતો.જે દરમ્યાન ઝઘડિયા તા.પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા અને વિવિધ ગામોના સરપંચો સહિત આગેવાનો જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button