
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમા સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ..!જિલ્લા અધિકારી ને જાણ કરવા છતાં કેમ તપાસ નઈ..? શંકા કે સત્ય હકીકત..!

મોડાસા શહેરમા શંકા ને આધારે નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ હોવાની ઘટના સામે આવી છે જેમાં અરવલ્લી જિલ્લો પણ નકલી બાબતોમાં સમાવેશ પામતો જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટના ને મોડાસા ખાતે રૂબરૂ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર્દાફાશ કરી મામલો સામે આવ્યો હતો મોડાસાના તુરુપતિ બઁગ્લોઝ ખાતે ચાલતી નકલી સિંચાઇ પંચાયત ની કચેરી હોવા ની શંકાથી ઘટના સ્થળે ખોટા બિલો ને બધું મળી આવેલ હતું અને બે થી વધુ અધિકારી પણ જોવા મળ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ નકલી સિંચાઈ કચેરી ચાલતી હોવાની ઘટના સામે આવતા અધિકારીઓ સામે પણ સવાલો ઉભા થયાં છે રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ કચેરી ચાલતી હોવાની આશંકા સેવાઈ રહી છે વધુમાં બાયડના MLA ધવલસિંહ ઝાલા એ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા આ સમગ્ર મામલે
મોડાસા ટાઉન પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બઁગ્લોઝ માં ચાલતી કચેરી માં સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા છે અને આ કચેરી છેલ્લા ત્રણેક વર્ષથી ધમધમતી હોવાની ચર્ચા પણ જામી છે આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી ધારાસભ્ય ની માંગ સેવાઈ રહી છે.નકલી કચેરીની શંકા ને લઇ ધવલસિંહ ઝાલા એ કહ્યું હતું કે આ બાબતે મારાં પર કોલ આવતા હું તિરુપતિ બઁગ્લોઝ પર પોહ્ચ્યો હતો અને આ બાબતે કહ્યું હતું કે મને બાતમી પણ મળી હતી કે અરવલ્લી જિલ્લા છેલ્લા ત્રણ વર્ષ થી આવી કચેરી ચાલી રહી છે અને આ બાબતે કલેક્ટર અને એસપી ને પણ જાણ કરી હોવાનું નિવેદન સામે આવ્યું હતું અને કલેકટરે ધારાસભ્ય ની રૂબરૂમાં જિલ્લા અધિકારી ને તપાસ કરવા માટે પણ કહ્યું હતું પછી આ બાબતે જિલ્લા અધિકારી એ શું કર્યું એ હું જાણતો નથી તેમ જણાવ્યું હતું









