હાલોલ:વડોદરા રોડ ઉપર રેતીના ડંપરે બે કાર ચલોકોને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૫.૨૦૨૪
હાલોલ વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ હોટેલ સર્વોત્તમ સામે બાસ્કા ચોકડી ઉપર એક રેતી ના ડંપરે હાઇવે ક્રોસ કરી રહેલા બે વાહનો ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ બંને વાહનો ને મોટું નુકશાન થવા પામ્યું છે.હાલોલ વડોદરા રોડ ઉપર હોટેલ સર્વોત્તમ સામે આજે એક રેતી ના ડંપરે ઇકો તેમજ વેગનઆર કાર ને અડફેટે લઈ લેતા વડોદરા થી હાલોલ તરફ આવી હોટેલ સામે હાઇવે વચ્ચે નું ડિવાઈડર ઓળંગી બાસ્કા તરફ જવા હાઇવે ક્રોસ કરી રહેલ ઇકો કાર ચાલકે ડિવાઈડર પસાર કરતા હાલોલ થી વડોદરા તરફ જઈ રહેલી વેગનઆર કાર ચાલકે સામે ઇકો આવી જતા બ્રેક મારી હતી તે સમયે હાલોલ તરફ થી વડોદરા તરફ જતા ડંપરે બંને વાહનો ને અડફેટે લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને વાહનો નો ટ્રાફિક જામ થઈ ગયો હતો.