કાલોલ ના બેઢીયા ગામે લાઈટનો થાંભલો મુકવા બાબતે બે જુથો વચ્ચે ઝપાઝપી થતા સામસામી 22 ઈસમો સામે ફરીયાદ

તારીખ ૨૨/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
રાજેન્દ્રસિંહ માધવસિંહ ચૌહાણની ફરીયાદ મુજબ તેઓના ફળિયામાં થાંભલો પડી જતા જીઇબી વાળા નવો થાંભલો તેઓનાં વાડા ના શેઢા પર નાખતા હતા તેથી તેઓએ જે જગ્યાએ થી થાંભલો પડ્યો છે તેજ જગ્યાએ નાખવા કહ્યુ અને પોતાના વાડા પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાની છે તેથી ત્યાંથી થાંભલો કાઢી નાખવા કહ્યુ હતુ જેથી નજીકમાં રહેતા પંદર વીસ ઈસમો ત્યાં દોડી આવ્યા અને ગંદી ગાળો બોલી અને જીઇબી ના માણસોને કહ્યુ હતુ કે થાંભલો ખસેડવાનો નથી અમે બેઠા છીએ સલાઓને આજે મારી નાખવાના છે લોહીના રેલા ઉડાવી દેવાના છે તેવી ધમકીઓ આપી ખુમાનસિંહ અને તેમનાં છોકરાએ ફેટ પકડી ગડદા પાટુ નો માર માર્યો ટોળા ના માણસો એ પણ ઇલેક્ટ્રીક વાયર , કેબલ નો ટુકડો લઈ માર્યો જે બાબતે બે મહિલાઓ સહિત ૧૩ ના નામ જોગ અને બાકીના દશ થી બાર ઈસમો ના ટોળા સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.જયારે સામે પક્ષે ક્રોસ ફરીયાદ મુજબ બેઢીયા ગામના ચાવડા ફળિયામાં લાઈટનો થાંભલો પડી જવાથી બે ત્રણ કલાક થી લાઈટ બંધ થઈ ગયુ હતુ જેથી રવિવારે સરપંચ ના પતી ઉપર જીઇબી માથી ફોન આવ્યો હતો કે જે જગ્યાએ થી થાંભલો પડી ગયો છે તે જગ્યાએ થાંભલો ઊભો નહી કરવા દેતા ફરીયાદી અશોકભાઇ ચૌહાણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા જ્યા હાજર ભીડ દ્વારા એકસંપ કરી ને કહ્યુ કે અહીંયા થાંભલો રોપવાનો નથી સરપંચ મોટો આગેવાન થઈ ગયો છે એમ કહી ગાળો બોલતા ઝપાઝપી કરેલ અને રાજેન્દ્ર ચૌહાણે માર માર્યો તેમજ ઉદેસિંહ સોમસિંહે હુ કાયદાનો જાણકાર છુ એમ કહી ગાળો બોલી હતી ટોળા ના માણસો એ ફરી અહી આવ્યા તો તલવારને ઝાટકે પતાવી દેવાની ધમકીઓ આપતા બે મહીલા સહિત ૯ સામે ફરિયાદ નોંધાવી હતી. આમ થાંભલો રોપવાની બાબતે ૨૨ ઈસમો સામે નામજોગ અને દશ થી બાર ના ટોળા સામે સામસામી બે ફરિયાદો નોંધાઈ છે.










