કાલોલમાં પરવાનગી વગર ટી સીરીઝના ગીતોના ઉપયોગ કરતા શિવમ ફોટોગ્રાફીના સંચાલક વિરુદ્ધ કોપીરાઇટનો ગુનો દાખલ.

તારીખ ૨૨/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની શ્રીજી સોસાયટી કાછીયા વાડી ડેરોલ સ્ટેશન રોડ માં શિવમ ફોટોગ્રાફી ના નામ થી ફોટો,લગ્ન ના આલ્બમ બનાવનાર વેપારી સામે કોપીરાઇટનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગ પ્રવીણભાઈ પટેલ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બ્લોક નંબર-૨૫ શ્રીજી સોસાયટી ડેરોલ સ્ટેશન રોડ કાછીયા વાડી કાલોલ ખાતે શિવમ અસોકભાઇ જોશી પોતાની શિવમ ફોટોગ્રાફી ના નામે પોતાની દુકાન માં સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી ( ટી.સીરીઝ )ના હક્કો વાળી ફિલ્મો ના ઓડીઓ ગીતો નું બિનહક્કે પરવાનગી વગર લગ્ન ન આલ્બમો માં,પ્રિ વેડિંગ સેસન ના આલ્બમો માં શુટિંગ માં પોતાના કોમ્યુટર ના ઉપકરણો થી ઉપયોગ કરી ને તેનું બેકપ પણ રાખી કંપની ના હક્કો નું અને કોપીરાઇટ એકટ નું ઉલ્લંઘન કરેલ હોવાથી તેઓ સામે કંપની ના પ્રતિનિધિ દ્વારા કોપીરાઇટ એકટ ૧૯૫૭ ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી કાલોલ પોલીસ દ્વારા તપાસ કરતા ટી સિરીઝ ના અધિકાર ધરાવતી ફિલ્મો ના ગીતો નો ઉપયોગ કરતા હોવાના પુરાવા મળતા તેઓનું કોમ્પ્યુટર,સી.પી.યુ તથા બેક અપ ની હાર્ડ ડિસ્ક તથા એટેચ હાર્ડ ડિસ્ક કુલ મળી ને રૂ.૬૦,૦૦૦/ નો મુદામાલ પંચનામું કરી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.










