રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવલનીનું જેલમાં મોત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા એલેક્સી નવલનીનું જેલમાં મોત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા એલેક્સી નવલનીનું જેલમાં મોત થયું છે. તે લાંબા સમયથી જેલમાં બંધ હતા. રશિયાના વિપક્ષના નેતાનું યમાલો-નેનેટ્સની જેલમાં નિધન થયું છે.
યમોલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટના તંત્રએ નિવેદનમાં જણાવ્યું કે જેલમાં નવલનીનું સ્વાસ્થ્ય બરાબર નહતું, તેમણે સ્વાસ્થ્ય સારૂ ના હોવાની જાણકારી આપી હતી, જે બાદ તે બેભાન થઇ ગયા હતા. તે બાદ મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે ભાનમાં આવ્યા નહતા. હજુ સુધી તેમના મોતનું કારણ જાણવા મળ્યું નથી.
એલેક્સને લઇને કેટલીક વખત અફવા પણ સામે આવતી રહે છે, આ પહેલા 2020માં તેમણે સાઇબેરિયામાં ઝેર આપીને મારવાના પ્રયાસના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, રશિયન સરકારે તેમણે મારવાના પ્રયાસોનો ઇનકાર કર્યો હતો. સરકારે કહ્યું હતું કે આ વાતના કોઇ પુરાવા નથી કે તેમણે ઝેર આપવામાં આવ્યું છે. તે બાદ જેલમાંથી તેમના ગાયબ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા.










