
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તારીખ ૨૧ મે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના વડા શ્રી મહેશ પટેલ સહિત જિલ્લાના તમામ કર્મયોગીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લીધા હતાં.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તારીખ ૨૧ મેના દિવસને “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અધિક નિવાસી કલેક્કટર શ્રી બી.બી.ચૌધરીની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લીધા હતાં.
ડાંગ જિલ્લાની અન્ય સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તમામ કર્મયોગીઓએ તારીખ ૨૧મી મે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશ તેમજ આપણી આજુબાજુ થતી આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લીધા હતાં.
“આતંકવાદ વિરોધી દિવસે” ડાંગના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ‘ हम भारतवासी अपने देश की अहिंशा एवं सहनशीलता की परम्परा में दृढ़ विश्वास रखते हैं तथा निष्ठापूर्वक शपत लेते हैं कि हम सभी प्रकार के आतंकवाद और हिंसा का डटकर विरोध करेंगे | हम मानव जाती के सभी वर्गो के बीच शान्ति, सामाजिक सदभाव तथा सुझबुझ कायम करने और मानव जीवन मूल्यों को खतरा पहुंचने वाली और विघटनकारी शक्तियों से लड़ने की भी शपत लेते हैं |’








