સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના દેવળીયાના પોલીસ કર્મીનો વાપી સ્ટાફ કવાર્ટરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

તા.22/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામના રહીશ 30 વર્ષીય મનિષ સોમાભાઇ મહેરિયા હાલમાં વલસાડ સીટી પોલીસમાં ડી- સ્ટાફમાં ફરજ બજાવતા હતા સોમવારે સવારે મનિષ મહેરિયાનો કીચનમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનિષ મહેરિયા પત્ની સાથે વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં પોલીસ લાઇનના ક્વાટર્સમાં રૂમ નં.15 માં રહેતા હતાં થોડા દિવસો પહેલા જ 2 વાહન ખરીદ્યા હતા મૃતક યુવાનના પિતા સોમાભાઈને સંતાનમાં 2 દીકરા હતા જેમાં મનિષ પોલીસમાં વલસાડ તેમજ તેમના ભાઇ પણ દ્વારકા પોલીસમાં ફરજ બજાવે છે મૃતક કોન્સ્ટેબલે થોડા દિવસો પહેલા ટુવ્હીલર અને ફોરવવ્હીલ ખરીદ્યું હતું ત્યારે હાલમાં વેકેશન હોવાના કારણે તેમના પત્નીને પિયરમાં મૂકીને આવ્યા હતા જેવો સોમવારે તેઓ ઘરમાં એકલા હતા ત્યારે રસોડામાં છત પર પંખા ના ઉપમા નાયલોનની દોરી બાંધી પ્રગામી કારણો વરસાદ પાછો ખાય આત્મહત્યા કરી લીધી હતી અધિકારીઓએ કરેલી પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઈના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા જોકે તેમને સંતાન સુખ ન હોવાથી દવાઓ પણ ચાલી રહી હતી થોડા સમયથી ચિંતા અને ડિપ્રેશનમાં રહેતો હોવાનું પરિવારના સભ્યો અને મિત્રોએ જણાવ્યું હતું હાલ તો જીઆઇડીસી પોલીસ આકસ્મિક મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે વર્ષ 2016 માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થનાર મનીષ મહેરીયાએ 50થી વધુ આપઘાત કેસની તપાસ પણ કરી છે જોકે હતાશમાં તેમણે આ પગલું ભર્યું હોવાના કારણે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામના પોલીસ કર્મીનું અચાનક આ રીતે મોત થતા દેવડીયા ગામમાં પણ શોખનો માહોલ છવાઈ જવા પામ્યો છે અને તેમનું ડેટ બોડી માધરે વતન લખતરના દેવળીયા ગામ ખાતે લાવવામાં આવ્યું છે.