કાલોલ તાલુકાના દેલોલ મા રોડ ની સાઈડમાં ચાલતી જતી વૃદ્ધા ને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરતા મોત

તારીખ ૨૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ ખાતે હાઈવે રોડ પર બહાર ફળિયા મા રહેતા કેસરબેન ભીખાભાઈ રાઠોડ ઉ વ ૬૫ શનિવારે સાંજે ૭:૧૫ કલાકે કુદરતી હાજતે જવા માટે પોતાના ઘરે થી ચાલતા ચાલતા રોડ ની ની સાઈડ મા જતા હતા ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વૃદ્ધા ને અકસ્માત કરી નાસી જતા વૃદ્ધા રોડ ની સાઈડમાં પડી ગયા હતા અને તેઓને માથામાં તેમજ જમણા હાથ ના કાંડા ના અને બાવડા ના ભાગે ઈજાઓ પહોંચી હતી ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા જ્યા હાજર તબીબે તેઓને મરણ પામેલ જાહેર કરેલા જે બાબતની ફરીયાદ તેઓના પૌત્ર સંદીપભાઈ અર્જુનભાઈ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત કરી મોત નીપજાવી નાસી જવા બાબતે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ સી બી બરંડા એ હાથ ધરી છે.










