ગીર ગઢડા કોદિયા માધ્યમિક શાળાનું રેકોર્ડબ્રેક પરિણામ 81.81% ગીર ગઢડા તાલુકા અને ગીરની ગોદમાં છેવાડે આવેલ કોદીયા માધ્યમિક શાળાનું સૌ પ્રથમ વખત આટલું ઊંચું પરિણામ
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા કોદિયા માધ્યમિક શાળાનું રેકોર્ડબ્રેક પરિણામ 81.81% ગીર ગઢડા તાલુકા અને ગીરની ગોદમાં છેવાડે આવેલ કોદીયા માધ્યમિક શાળાનું સૌ પ્રથમ વખત આટલું ઊંચું પરિણામ
આચાર્ય અશ્વિનભાઈ બલદાણીયા સાથે વાત કરતા જાણવા મળ્યું કે ગીર ગઢડા તાલુકા અને ગીરની ગોદમાં છેવાડે આવેલ કોદીયા માધ્યમિક શાળાનું સૌ પ્રથમ વખત આટલું ઊંચું પરિણામ આવ્યું છે તેનો તમામ યશ વિદ્યાર્થીઓ,વાલીઓ સાથે આચાર્ય અને શિક્ષકશ્રીઓ યાદવ અવનીબેન અને બામરોટીયા યોગીતાબેનના ફાળે જાય છે કેમ કે આ પરિણામ મેળવવા પાછળ અમે ત્રણ્યે સ્ટાફે સખત મહેનત કરી છે સાથે વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો ખુબ જ સારો સપોર્ટ મળ્યો છે ધોરણ 10 SSCમાં A2 ગ્રેડ અને 92.58 PR સાથે વાઢેર વિવેકે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને બીજા નંબરે સાંખટ મેજર 81.87 PR મેળવ્યો છે ત્રીજા નંબરે મકવાણા ધર્મેશ 81.09 PR મેળવ્યો છે અને શાળાનું કુલ પરિણામ 81.81% આવ્યું છે આ શાળામાં આચાર્ય એ. યુ બલદાનીયા અને સ્ટાફને આવ્યે હજુ બે વર્ષ જ થયા છે અને ગયા વર્ષે ધોરણ દસની પ્રથમ બેંચમાં સખત મહેનત કરાવવા છતાં શાળાનું પરિણામ માત્ર 20.58% જ હતું એટલે ઘણું બધું સહન કરવું પડે કેમ કે મારી શિક્ષણ કારકિર્દીમાં એટલું ઓછુ પરિણામ પેલી વાર આવ્યું એનો અફસોસ હતો પરંતુ ટીમવર્કથી કામ કરી વધુને વધુ સારી તૈયારી કરાવી આ વર્ષે ખૂબ જ સારું પરિણામ મળ્યું તેનો આનંદ છે સાથે સાથે અમારી DEO કચેરી અને ઉપરી અધિકારી સાહેબોનો પણ ખૂબ જ સારો સપોર્ટ રહે છે આથી આવનાર સમયમાં વધુ મહેનત કરી હજુ સારું પરિણામ મળે તેવા સતત અને સખત પ્રયત્નો કરીશું અને ગીરનું નામ રોશન થાય તે માટે વધુને વધુ મહેનત કરીશું…..










