
સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ ચાલી રહ્યો છે આજરોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ગરમી થી એલર્ટ જાહેર કરવામાં આવેલ છે અને 42થી ઉપર તાપમાન જોવા મળ્યું છે અને 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના વધી રહી છે લોકોને સલાહ આપવામાં આવેલ છે કે કામ સિવાય કોઈએ બપોરના સમયે બહાર ન નીકળવું અને વૃદ્ધો, પ્રેગનેટ બહેનો એ ઘરમાંજ રહેવું. કેશોદમાં પણ આજરોજ 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા મોટા ભાગના લોકો બહાર નીકળવાનું ટાળતા હોય તેવું રસ્તા સુમસામ ભાસતા હોવથી લાગતું હતું લોકો ગરમીથી બચવા માસ્ક, ટોપી બહેનો મોઢા પર કાપડ બાંધી નીકળતા જૉવા મળ્યા હતા ઉપરાંત રસના સ્ટોલ , ઠંડા પીણા ની દુકાનો પર પણ લોકોની ભીડ જોવા મળી હતી, લોકો ફ્રીઝ નાં પાણી નાં બદલે માટલા ખરીદવાનું પસંદ કરતા જોવા મળ્યા ક્યાંય ક્યાંય માવઠાની અસર થતાં લોકોને ગરમી થી રાહત જોવા મળી છે પરંતું કેશોદ નાં લોકોને આવતા દિવસોમાં ગરમીનાં પ્રકોપ ને સહન કરવો પડશે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





