સુરેન્દ્રનગર રેલવે અંડર બ્રિજ પાસે આવેલી હોમ એપ્લાઈન્સીસની ઓફિસ તેમજ ગોડાઉનના તાળા તૂટ્યા.

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરની મોનાલી એસોસીએટસ ઓફિસ તેમજ ગોડાઉન બંને બહારના લોખંડના દરવાજાના તાળાઓ તેમજ નકુચાઓ વગેરે તોડીને તેમજ શટરના તાળાઓ તોડીને શટર ઊંચું કરીનો ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના તેમજ આ બાબતે બી ડિવીઝન પોલીસ મથકે જાણ કરાઇ હોવાનુ બહાર આવ્યુ હતુ મધ્યરાત્રિના એક વાગ્યાના સુમારે સુરેન્દ્રનગર શહેરની સુન્ની મસ્જિદ સામેના ભાગમાં, નવા ગરનાળુ અંડર બ્રિજની સામે, મોનાલી એસોસીએટસ ઓફિસ તેમજ ગોડાઉન બંને બહારના લોખંડના દરવાજાના તાળાઓ તેમજ નકુચાઓ વગેરે તોડીવામાં આવ્યા હતા જ્યારે ઓફિસમાં રખાયેલા સીસીટીવી કેમેરામાં ચાર શખ્સો સતત તોડી અને દુકાનમાં ઘૂસી આવવાનું પણ સામે આવ્યું હતું બંને દુકાન ઓફિસ અને ગોડાઉનના શટલો અને તેના તાળા તોડ્યા હતા જેમાં વેપારી દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી દુકાન અને ગોડાઉનને શટલ છે અને મજબૂત છે અને માથે આગળ મજબૂત લોખંડની જાળી પણ ફીટ કરવામાં આવી છે છતાં આટલી બધી વસ્તુઓ તોડી અને તસ્કરો અમારી દુકાનમાં ઘુસિયા પરંતુ કોઈ આ રોડ ઉપર નીકળવાના કારણો વસાદ બધું ખુલ્લું મૂકી અને ભાગી ગયા છે આમ ગોડાઉન કે દુકાનમાંથી કોઈ પણ પ્રકારની ચોરી કરી નથી પરંતુ ચોરીનો પ્રયાસ થયો છે જે અંગેની જાણ પોલીસ મિત્રોને પણ કરવામાં આવી હતી અને તેમને પણ સારી એવી તપાસ કરી અને સીસીટીવી ફૂટેજના આધારે તાળા તોડનાર અને ચોરી કરવા માટે આવેલા આ ચારે તસ્કરો કોણ છે તેની પણ કપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે.