GUJARATLIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે શિયાણી ગામેથી ચોરી કરેલા 17 મોબાઇલ સાથે બે ઈસમોને દબોચી લીધા.

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ મોબાઇલ ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી હ્યુમનસોર્સ તથા નેત્રમ સી.સી.ટી.વી. તથા ટેકનીકલ સેલની મદદથી વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી એલ રાયજાદા નાઓને સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનવ્યે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી એલ રાયજાદાનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં સઘન પેટ્રોલીંગ ફરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમના એએસઆઈ રામદેવસિંહ ઝાલા,પો.કો. ગોપાલસિંહ, સાહિલભાઇ, મેહુલભાઈ સહીત સમગ્ર ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી શીયાણી ગામેથી બે ઇસમોને લીંબડી નેશનલ હાઇવે પર રોડ પર પાર્ક કરવામાં આવતા વાહનોમાંથી મોબાઇલ ચોરી કરતા તથા તે મોબાઇલ વેચાણ માટે રાખનાર ઇસમોને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કંપનીના ચોરી કરેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નં.17 કી.રૂ.85,000 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે જે પૈકી એક મોબાઇલ ફોન ચોરી થવા અંગે લીબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો શોધી કાઢી મોબાઇલ ફોન રીકવર કરેલ છે ઉપરોકત બંને મજકુર ઇસમો વિરુધ્ધમા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button