GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કેન્સર વોરિયર્સના લાભાર્થે રાજકોટમાં સૌ પ્રથમવાર ૧૮મી મેએ ફેશન શો યોજાશે
તા.૧૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કેન્સર વોરિયર્સના લાભાર્થે રાજકોટમાં સૌ પ્રથમવાર ફેશન શો થવા જઈ રહ્યો છે. આ ફેશન શો કેન્સર ક્લબ દ્વારા તા. ૧૮ મેના રોજ શનિવારે સાંજે ૬ કલાકથી રાત્રે ૯ કલાક સુધી સયાજી હોટેલ ખાતે યોજવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા રોગ વિષે જાગૃતિ ફેલાવવાનો અને કેન્સરપીડિતોને રોગની સારવાર અર્થે પ્રેરણા આપવાનો છે. ઉલ્લેખનીય છે કે કેન્સરમાંથી સાજા થયેલા દર્દીઓ આ ફેશન શોમાં ભાગ લેવાના છે. આ તકે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશનરશ્રી આનંદ પટેલ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
[wptube id="1252022"]