MORBI:મોરબી અણયારી ટોલ નાકા નજીક થી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

મોરબી અણયારી ટોલ નાકા નજીક થી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લોનો સ્ટાફ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે અણીયારી ટોલટેક્ષ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર- GJ-12-BZ-7831 વાળી ગાંધીધામ તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. અને ગાડીગાડીમાં બીજો કોઇ જ લોડીંગનો સસામાન ભરેલ નથી. તેવી સચોટ મળેલ બાતમીના આધારે અમદાવાદ ગાંધીધામ હાઇવે રોડ ઉપર અણયારી ટોલનાકા પાસે બાતમી વાળી ટ્રકની વોચ ગોઠવતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ -૭૨૧ કિં રૂ. ૨,૮૭,૫૮૦ તથા તથા ટ્રક કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૨,૯૮,૫૬૦નો મુદ્દામાલ સાથે આરોપી હનુમાનરામ ક્રિષ્નારામ મુલતાનારામ ઢાકા (બિશ્નોઇ) ઉ.વ.૩૦ રહે. નેડીનાડી તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી માળીયા મીયાણા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે. તેમજ અન્ય ઈસમ ટ્રક નંબર GJ-12-BZ-7831 વાળાના માલીક તથા માલ મોકનાર જીતેન્દ્રસિંહ રાઠોડ (રાજપૂત) રહે.જોધપુર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.