GUJARATNAVSARI

આજે સરકારી પોલીટેકનીક ખાતે ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્ષ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન આજે તા.૧૮/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સરકારી પોલીટેકનીક નવસારી, સેમિનાર હોલ, લાઇબ્રેરીના ઉપર, મટવાડ ગામ, દાંડી રોડ, નવસારી ખાતે પોલીટેકનીક કોલેજના એ.સી.પી.ડી.સી.ના અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાશે. આ કાર્યક્રમમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને હાજર રહેવા આચાર્યશ્રી, સરકારી પોલીટેકનીક નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button