DASADAGUJARATSURENDRANAGAR

પાટડી તાલુકાના ભડેણા ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતી 3 મહીલાઓ સહીત 10 ઈસમો ઝડપાયા.

રોકડા રૂ.69,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.20,000 તથા મોટરસાયકલ નંગ 4 રૂ.30,000 મળી કુલ રૂ.2,19,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.17/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.69,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.20,000 તથા મોટરસાયકલ નંગ 4 રૂ.30,000 મળી કુલ રૂ.2,19,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભડેણા ગામની સીમમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ સહિત કુલ 10 લોકો રૂ.2 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે જેમાં બજાણા પોલીસે આ દશેય લોકોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ રૂ.69,000, પાંચ મોબાઈલ અને ચાર મોટરસાયકલ મળી કુલ રૂ.2,19,000ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે મૂળ વિરમગામના કાસમપુરાનો શખશ સુરેશભાઈ ઉર્ફે હકુભા નરશીભાઈ મકવાણા પાટડી તાલુકાના ભડેણા ગામની મારું નામથી ઓળખાતી સીમના ખેતરના શેઢા પાસે પડતર જમીનમાં પોતાના આર્થિક લાભ સારુ બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની મળેલી પાક્કી બાતમીના આધારે બજાણા પીએસઆઇ આર એચ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અચાનક જુગારધામ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી બજાણા પોલીસે આ જુગારના દરોડામાં સુરેશભાઈ ઉર્ફે હકુભા નરશીભાઈ મકવાણા વિરમગામ, સીરાજ બસીરભાઈ પઠાણ વિરમગામ, ફારૂક અલ્લારખાભાઈ શેખ વિરમગામ, કેશાજી વજુજી કોંગતીયા સાકરીયા, વિરમગામ, વેરશી પુનાજી પીલવાડીયા વિરમગામ, ગોપાલ ઝવેરભાઈ ઠાકોર વિરમગામ, મોહસીન જુસબભાઇ ભટ્ટી વિરમગામ, લતાબેન વિષ્ણુભાઈ ઠાકોર વિરમગામ, આરતીબેન વિજયગીરી ગૌસ્વામી વિરમગામ અને લલિતાબેન કેશાજી કોંગતીયા સાકરીયા, વિરમગામને ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. 69,000, પાંચ મોબાઈલ કિં.રૂ. 20,000 અને ચાર મોટરસાયકલ કિં.રૂ. 30,000 મળી કુલ રૂ. 2,19,000ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button