GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા એલસીબી પોલીસે વિસનગર ભાંડું હાઇવે ઉપર વોચ ગોઠવી વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર બે ઈસમો ઝડપાયા

વિદેશી દારૂ સ્વીફ્ટ કાર સાથે રૂપિયા 6,44,968/- નો મુદ્દામાલ જપ્ત કર્યો ત્રણ સામે ગુનો નોંધાયો બે ની અટકાયત કરી એક ફરાર

મહેસાણા એલસીબી પોલીસે વિસનગર ભાંડું હાઇવે ઉપર વોચ ગોઠવી વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર બે ઈસમો ઝડપાયા
વિદેશી દારૂ સ્વીફ્ટ કાર સાથે રૂપિયા 6,44,968/- નો મુદ્દામાલ જપ્ત કર્યો ત્રણ સામે ગુનો નોંધાયો બે ની અટકાયત કરી એક ફરાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા એલસીબી પોલીસ ને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લા ના તાલુકાઓમાં બનતા દારૂ જુગાર મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપતા પોલીસે પેટ્રોલીંગ શરૂ કરતાં ખાનગીમાં બાતમી મળી હતીકે રાજસ્થાન તરફથી સિદ્ધપુર ઊંઝા થઈ એક સફેદ કલર સ્વીફ્ટ કાર માં વિદેશી દારૂ આવી રહ્યુ છે એલસીબી પોલીસ અધિકારી એસ એસ નિનામા તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર એમપી ચૌધરી સહિત સ્ટાફ દ્વારા ઊંઝા મહેસાણા તરફ વિસનગર હદ વિસ્તારમાં આવતા ભાંડું હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન શંકાસ્પદ સફેદ કલર ની સ્વીફ્ટ કાર નમ્બર જીજે 12 ડી.એમ.0029 સામેથી આવતા જણાતા તેને રોકી તપાસ કરતા કાર માંથી 956 વિદેશી દારૂની બોટલો રૂપિયા 1,39,768/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે સ્વીફ્ટ કાર તેમજ મોબાઈલ રોકડ સાથે કુલ રૂપિયા 6,44,968/- મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી બે ઈસમો અજય ઉર્ફે ભજન કિશનરામ ઢાકા બીશ્નોઈ તેમજ નરેશ દેરામારામ દારા બીશ્નોઈ ની અટકાયત કરી વોન્ટેડ અશોક ઉર્ફે શંકરલાલ હનુમાનરામા સારણ બીશ્નોઈ સહીત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button