કાલોલ તાલુકાના વેજલપુર જવાહર નવોદય વિદ્યાલય નું ધોરણ 10 અને 12 નું ૧૦૦ ટકા પરિણામ

તારીખ ૧૬/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
૧૩ મે ૨૦૨૪ના રોજ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર,જિલ્લો પંચમહાલએ ચાલુ વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૨મા ધોરણમાં કુલ ૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ઉચ્ચ ગુણ સાથે પાસ થયા છે.જેમાં નવોદય વિદ્યાલયના વિજ્ઞાન વિભાગમાં આદિત્ય વર્મા ૯૭% માર્ક્સ સાથે પ્રથમ ક્રમે,રાવલ જીગ્નીશાબેન ૯૧.૨૦% માર્કસ સાથે બીજા ક્રમે,પટેલ દૃષ્ટિએ ૯૦.૬૦% માર્ક્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.જ્યારે વાણિજ્ય વિભાગમાં પાર્થ સોલંકી ૯૧% માર્કસ સાથે પ્રથમ,માધવી પાઠક ૮૪% માર્કસ સાથે બીજા ક્રમે તથા પાર્થ કુમાર ડાયરાએ ૮૩.૬૦% માર્ક્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ધોરણ ૧૨ સાયન્સના આદિત્ય વર્માએ અંગ્રેજી વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મેળવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.આ સાથે ધોરણ ૧૦માં કુલ ૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ઉચ્ચ ગુણ સાથે પાસ થયા છે.જેમાં જીયાબેન પટેલ ૯૩.૮૦% માર્કસ મેળવી પ્રથમ,લક્ષ્ય પટેલ અને પરિધિ ડીંડોર ૯૩.૬૦% ગુણ મેળવીને દ્વિતીય સ્થાન અને પ્રકૃતિ કુમારી પરમાર ૯૨% ગુણ મેળવીને ત્રીજા ક્રમે રહ્યા છે. નવોદય વિદ્યાલયના આચાર્ય ડો.પ્રિયા રંજને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ,શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ તથા જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ અને નવોદય વિદ્યાલય સમિતિના તમામ અધિકારીઓ વતી અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ પાઠવી છે.










