
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગાયત્રી પરિવારના જ્યોતિ કળશ રથ યાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર-ગાયત્રી તીર્થ-શાન્તિકુંજ-હરિદ્વાર આયોજીત જ્યોતિ કળશ રથ યાત્રાનું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આગમન થતાં મેઘરજ સહીત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીજે અને પારંપારિક વિધિ અનુસાર ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથ દ્વારા મેઘરજ તાલુકા તા.૧૩ થી ૧૫ મે સુધી ગામે ગામ પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જન જનમાં દેવત્વનો ઉદય – ધરતી પર સ્વર્ગનું અવતરણ, ૨૧મી સદી-ઉજ્જવળ ભવિષ્ય, હમ બદલેંગે- યુગ બદલેગા… સૂત્રનો શંખનાદ સાથે સમગ્ર માનવમાત્રના ઉજ્જવાળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ-સંસ્કાર-ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા, સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, વ્યસનોના નિવારણ તેમજ શ્રેષ્ઠ વિચારો હેતુ ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જામાં શ્રધ્ધા રાખનાર માનવમાત્રને માટે આ ૧૦૦ (સો) વર્ષ – શતાબ્દી એ ભારતીય સંસ્કૃતિ તથા માનવતાના પુનઃ ઉત્થાનનો અનમોલ અવસર હોઈ ગાયત્રી તીર્થ – શાન્તિકુંજ, હરિદ્વાર ખાતે સો વર્ષથી પ્રજ્જવલિત પવિત્ર અખંડ દિપકની દિવ્ય ઉર્જાને પવિત્ર કળશ સ્વરૂપે જન જન સુધી લાભાન્વિત કરવા “જ્યોતિ કળશ રથ યાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. જે ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન ગુજરાતભરમાં અલગ અલગ સ્થાનો પર પરિભ્રમણ કરશે. મેઘરજ તાલુકામાં આ પવિત્ર “જ્યોતિ કળશ રથ” ના દર્શનનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.