
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ, તા-15 મે : ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૦૪ (૫૨ Med Regt) ઉપર તા.૧૬,૧૭,૧૮ અને ૨૪ ને ૨૫ મે ૨૦૨૪ ના રોજ ૨૦MAHAR ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ યોજવામાં આવનારી છે. જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]









