
વિજાપુર મહાદેવપુરા (મહેશ્વર) રેવન્યુ પૈકીની સર્વે નંબર 2836 વાળી જમીન માલિકની જાણ બહાર વેચી મારતા પોલીસ મથકે ખેડૂતે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહાદેવપુરા (મહેશ્વર) ની સીમ માં આવેલ રેવન્યુ સર્વે નમ્બર 2836 (જૂનો રેવન્યુ સર્વે નમ્બર 1053 પૈકી જેનું કુલ ક્ષેત્રફળ 0.83.53 ચો.મી જમીન મૂળ માલિક ની જાણ બહાર ત્રણ ઈસમોએ ભેગા મળીને બારોબાર બાનાખત કરાર કરી વેચાણ કરવા ની બાબતે પોલીસ મથકે મહેન્દ્રસિંહ ગોપાલસિંહ વિહોલે પોલીસ મથકે જમીન ગ્રેમિંગ ની ફરીયાદ નોંધાવી છે. આ અંગે આધાર ભૂત સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહેન્દ્રસિંહ ગોપાલ સિંહ વિહોલ રહે પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ વાળાની સયુંકત માલિકી ની મિલકત મહેશ્વર મહાદેવપુરા ગામે આવેલ સર્વે નમ્બર 2836 માં માલિકી ધરાવે છે. આ સદર વિવાદિત જમીન ને અડીને પટેલ સુનિલકુમાર જયંતી લાલ બબલદાસ ની જમીન આવેલ છે. જેમાં રેવન્યુ સર્વે નમ્બર 2836 હાલમાં મહેન્દ્રસિંહ વિહોલ ના નામે ચાલે છે. જેનું વાવેતર તેમના મામા ના દીકરા પરમાર રોહિતસિંહ જગાજી વાવેતર કરે છે. તા.13/05/2024 ના રોજ સુનિલકુમાર પટેલ તેમજ તેમના પિતા જયંતિ લાલ પટેલ ભેગા મળીને રોહીત સિંહને જણાવેલ કે હવે આ જમીન તા 23/05/2024 ના રોજ લેવાનો હોઈ સીઝન નો પાક વાવતા નહીં તેવુ કહી ચાલ્યા ગયા હતા.જેની જાણ મહેન્દ્રસિંહ વિહોલને કરતા તેઓ સ્થળ ઉપર આવી તપાસ કરતા આ જમીન બારોબાર પરમાર લક્ષ્મણ સિંહ ગોપાળજી તેમજ પટેલ સુનિલકુમાર જયંતીલાલ અને સાક્ષી રાકેશભાઈ મનુ ભાઈ ભાવસોર વાળા સહીત ભેગા થઈ ને મિલકત જમીન સર્વે 2836 મહેન્દ્રસિંહ વિહોલ ના નામે હોવાની જાણતા હોવા છતાં એકબીજા ના મેળપણાં કરી માલિક ની જાણ બહાર વેચાણ કરવા બાબતે લેન્ડ ગ્રેમિંગ અંતર્ગત પોલીસ મથકે મહેન્દ્રસિંહ વિહોલે ફરીયાદ નોંધાવી છે. આવા બારોબાર જમીન માલિકો ના જાણ બહાર થઈ રહેલા ગોરખ ધંધા ને લઈને ખેડૂતો માં ચિંતા ઉભી થવા પામી છે.સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તે બાબતે તંત્ર ને પણ આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે.





