LCB પોલીસે બેડીયા ટોલનાકા નજીકથી નાકાબંધી કરી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો

તારીખ ૧૫/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એલસીબી પોલીસ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે નંબર વગરનુ સફેદ બોલેરો પીકપ ડાલામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરીને તેનો ચાલક વેજલપુર થી નીકળી બેઢીયા થઈ અંતરિયાળ રસ્તે થી અડાદરા તરફ જવાનો છે જે આધારે પોલીસે બેઢીયા ટોલનાકા નજીક વોચ ગોઠવતા બાતમી મુજબનું ડાલુ આવતા તેને ઊભું રાખવાનો ઈશારો કરતા તેનો ચાલક બેઢીયા તરફના રસ્તે વાળીને ભાગવાની કોશિશ કરી જેથી પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યું હતું પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા ખાખી કલર ના પુઠા ના ૨૫ બોક્સમાં બિયરના ૬૦૦ ટીન રૂ ૬૯,૦૦૦/ બોલેરો પીકપ ડાલુ રૂ ૧,૫૦,૦૦૦/ તાડપત્રી રૂ ૧૦૦ એમ કુલ મળીને રૂ ૨,૧૯,૧૦૦/ નો મુદ્દા માલ કબજે કરી મનહરસિહ ઊર્ફે લાલો છત્રસિંહ જાદવ રે અડાદરા રીછા ફળિયુ તાલુકો કાલોલ ની અટકાયત કરી વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવેલ.










