
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ડૉ. કે. આર ફાઉન્ડેશનના 29 પુરક શિક્ષકો તેમજ શાળાના સરકાર થી બાળકોને 7 દિવસ સુધી સમર કેમ્પનું આયોજન કરાયું

મેઘરજ તાલુકામાં 15 પ્રાથમિક શાળાઓમાં ડૉ. કે. આર ફાઉન્ડેશનના 29 પુરક શિક્ષકો તેમજ શાળાના સરકારી શિક્ષકોની સહભાગીતા દ્વારા ધોરણ 3 થી 8 ના 710 બાળકોને 7 દિવસ સુધી સમર કેમ્પ કરાવવામાં આવ્યા જેમાં બાળકોની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા ધોરણ 3 થી 8 ના બાળકોને જાહેર સ્થળની મુલાકાત જેમકે દૂધ ડેરી, ગ્રામપંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોની મુલાકાત કરાવીને માહિતગાર કરાવવામાં આવ્યા તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ. બાળકોને વાર્તાઓ અને રમતો દ્વારા તેમની નિર્ણય શક્તિનો વિકાસ થાય તેમજ બાળક સમક્ષ આવેલ સમસ્યાનું જાતે સમાધાન કરતા થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવેલ. તેમજ બાળકો પણ સમર કેમ્પ ની વિવિધ પ્રવૃતિઓ કરીને ખૂબ જ ખુશ થયા હતા.









