કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!

તારીખ ૧૪/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને લઈ કાલોલ તાલુકા સહિત શહેરમાં ગતરોજ સમી સાંજે ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇ કાલોલ મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભારે પાણી ભરાઈ ગયા હતા જે સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી અહીં પાણી ભરાતું હોવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાથી તેમજ તંત્રની લાપરવાહીને કારણે કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો લપસી જવાય તો હાથપગ અને માથાના ભાગે ઇજાઓને લઇ જીવ જોખમમાં મૂકાવ્વાની ભિતી સેવવામાં આવી રહી છે ત્યારે કાલોલ ગામની મામલતદાર કચેરી પ્રાંગણમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા પાણી લઈ આવવા-જવામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરવર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતિ હોવાછતાં જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાના કોઇ જ પ્રયાસ કરવામાં આવતાં નથી.દરવર્ષે વરસાદી પાણી અને ખાબોચિયામાંથી અરજદારોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે.આ મામલે સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી.છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવર્તિ રહેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપવામાં આવે તેવી લાગણી અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.











