
રાજપીપળા પબ્લિક ગાર્ડનમા દુકાનો અને શાકમાર્કેટની યોજનાનું પાલિકાનું સ્વપ્ન રોળાયું !? “રાજપીપળા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પ્રજાહિત રક્ષણ માટે સામે આવ્યા”
બોક્ષ
હરવા-ફરવા અને રમત ગમત ની જગ્યામા પાલિકાએ ફૂડકોર્ટ બાંધવાનું શરૂ કર્યું પણ પાલિકાના વિરોધ પક્ષે આ મામલે નામ માત્રનો પણ વિરોધ નહિ કરતા એક જાગૃત નાગરિકે સમગ્ર મામલે કવાયત હાથ ધરી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા નગર ના એકમાત્ર પબ્લિક ગાર્ડન મા પાલિકા શાસકો દ્વારા બાળકોના રમત ગમતની જગ્યામા ખાણી-પીણી ની દુકાનોનું બાંધકામ કરવામાં આવતા નગરજનોમા કચવાટ ફેલાયો હતો, લોકો મા છૂપો રોષ જોવા મળ્યો હતો. પરંતુ પાલિકાનું વિપક્ષ અને નગરનું બુદ્ધિજીવી વર્ગ મૌન થઈ જતા લોકો પણ અવાક થઈ ગયા હતા.
ત્યારે એક RTI એક્ટિવિસ્ટે આ બાબતે વાંધો ઉઠાવી પબ્લિક ગાર્ડનની જમીન માછી સમાજના લોકો એ નગરજનોના બહોળા હિતને ધ્યાને લઈ દાન આપી હતી જે માત્ર “બિન નફા ના હેતુ” થી આપેલ હતી અને એમાં વ્યાપરિક ધોરણે એનો ઉપયોગ કરી શકાય નહીં એવો મુદ્દો ઉપસ્થિતકરી ઉચ્ચ અધિકારીઓ ને આ બાબતે લેખિત જાણ કરી દુકાનોના બાંધકામ અટકાવવા કમર કસી હતી.
પરંતુ કોઈ ફળદાયી પરિણામ ના મળતા રાજપીપળા સ્ટેટ ના રાજવી પ્રિન્સ મનવેન્દ્ર સિંહ ગોહિલની એન્ટ્રી થઈ હતી. પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને પત્ર લખી આ મામલે પરિણામ લક્ષી કાર્યવાહી કરવાની જાણ કરતાજ સમગ્ર તંત્ર હાફળું-ફાંફાળું બની દોડવા માંડ્યું હતું. અને પબ્લિક ગાર્ડન મા જરૂરી મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામ ને તત્ક્લિક અટકાવી દેવા હુકમ કરતા, દુકાનોનું બાંધકામ અટકાવી દેવાની પાલિકા ને ફરજ પડી હતી.
આજે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા રાજપીપલા ગાર્ડનની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તેઓ સમગ્ર કામગીરીને ગેરકાયદેસર ગણાવી હતી અને રજવાડાઓ દ્વારા આ જગ્યા “બિન નફા હેતુથી” સરકારને આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે પાલિકા દ્વારા રાજપીપલા ગાર્ડન માં હેતુ ફેર કરી દુકાનો અને શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું હતું જે કામ અમે અટકાવ્યું છે બાળકોની રમવાની જગ્યાએ પાલિકા દ્વારા આવકનું સાધન ઉભુ કરવામાં આવી રહ્યું હતું એ દુઃખદ બાબત છે પાલિકા સ્ટેટ સમયના બગીચાનું રક્ષણ પણ નથી કરી શકતું તેમ જણાવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું હતું
બોક્ષ.. રાજપીપલા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સમગ્ર મામલે તંત્રને ગેરમાર્ગે દોર્યા !???
આરટીઆઇ એક્ટિવિસ્ટ જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે તેઓએ આ બાબતે રાજપીપલા પાલિકા પાસે લેખિતમાં માહિતી માંગી હતી ત્યારે સમગ્ર મામલે મંજૂરી લીઘી હોવાનો પાલિકાએ જવાબ આપ્યો હતો પરંતુ જાગૃત નાગરિકે ઉપરી કચેરીમાં તપાસ કરતા ત્યાંથી કોઈપણ મંજૂરી આપી નહિ હોવાનું જણાવતા સમગ્ર જુઠાણું બહાર આવ્યું હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું…






