ARAVALLIGUJARATMALPUR

માલપુર : કુદરતી આફત અને મોત..!! માલપુર તાલુકાના જીતપુર માં વીજળી પડતો એક વ્યક્તિનું મોત.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર : કુદરતી આફત અને મોત..!! માલપુર તાલુકાના જીતપુર માં વીજળી પડતો એક વ્યક્તિનું મોત.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વંટોળ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. પવનની સાથે ગાજવીજ સાથે વીજળી ના કડાકા પણ થતા હતા. માલપુરના લાલજીના પહાડિયા ના વતની મહેશભાઈ મોહનભાઈ ખાંટ જેવો મહીસાગર જિલ્લાના ગંધારી ગામેથી પરત બાઈક ઉપર ફરતા હતા ત્યારે રસ્તામાં અચાનક વીજળીનો જોરદાર કડાકો થઈ તે વીજળી તેમના પર પડતા તેઓ બળીને ભડથું થઈ ગયા હતા. મહેશભાઈ મોહનભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સાથે રહેલ તેમની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. માલપુર પોલીસ ઘટના સ્તરે ઉપસ્થિત રહી પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડીને માલપુર સરકારી હોસ્પિટલ ખસેડી હતી. રાજનભાઇ પ્રણામી માલપુર જિલ્લા પંચાયત સદસ્ય ઘટના સ્થળે ઉપસ્થિત રહી મરણ જનારના સગા સંબંધીને સાંત્વના પાઠવી હતી. બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ઘટનાની જાણ થતા તેઓએ મરણ ના સગા સંબંધીને ટેલીફોનિક સાંત્વના પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button