CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા પોલીસે હાઈવે પર દેવાંગી હોટલ પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.

વિદેશી દારૂના ચપલા નંગ 3071 અને બીયર નંગ 120 મળી કુલ દારૂ અને રૂ. 10,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 13,19,100નો મુદ્દામાલ કબજે કર્યો.

તા.13/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂના ચપલા નંગ 3071 અને બીયર નંગ 120 મળી કુલ દારૂ અને રૂ. 10,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 13,19,100નો મુદ્દામાલ કબજે કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો આ સમયે ખાનગી બાતમી મળી કે દેવાંગી હોટલ સામેના રોડ પર સાઈડના રોડની નીચેના ભાગે કાચા રસ્તા પર સફેદ કલરની કાર પડી છે તેમાં વિદેશી દારૂ ભરેલા કાર્ટૂન છે આથી આ સ્થળ પર પોલીસ પહોંચતા બિનવારસી હાલતમાં કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે કારચાલક હાજર મળી આવ્યો ન હતો કારમાંથી રૂ. 3,19,100ની કિંમતના વિદેશી દારૂના 3071 નંગ ચપલા અને બીયર 120 નંગ મળી આવ્યો હતો દારૂ અને રૂ. 10,00,000 ની કિંમતની કાર સહિત કુલ રૂ. 13,19,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કારચાલક વિરૂદ્ધ દારૂ અંગેનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી આ રેડમાં ચોટીલા પોલીસ સ્ટેશન પીઆઈ આર એમ સંગાડા, હે.કો ધનરાજસિંહ વાઘેલા, આલાભાઇ રોજીયા, વજાભાઈ સાનિયા, ભરતભાઈ મીર, સુખદેવસિંહ રાઠોડ, મયુરભાઈ શિયાળીયા અને પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button