
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઊંચા ગામનું ગૌરવ,રેલ્લાંવાડા સેન્ટર અને શાળામા પ્રથમ ક્રમે અર્પિતાકુંવર એ મેળવ્યા 93.66 ટકા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં યોજાયેલ ધો. 10ની છેલ્લા 30 વર્ષમાં 2024નું પરિણામ રેકોર્ડ બ્રેક કર્યો છે 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે.જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94 ટકા પરિણામ વધ્યું છે. અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ વાંકાનેર કેન્દ્રનું 94.32 % અને સૌથી ઓછું બાયડનું કેન્દ્રનું 63.48 ટકા પરિણામ જાહેર થયું છે.
મેઘરજ તાલુકામાં ગુરુકૃપા વિદ્યા વિહાર રેલ્લાંવાડા હાઈસ્કૂલમાં અને કેન્દ્રમાં ધોરણ 10 માં પ્રથમ ક્રમે બિહોલા અર્પિતાકુંવર કૃષ્ણસિંહ ગામ ઊંચાએ 93.66 ટકા મેળવ્યા હતા અર્પિતાકુંવર એ કુલ ગુણ 600 માંથી 562 સાથે 93.66 ટકા તેમજ A1 ગ્રેડ મેળવી રેલ્લાંવાડા તેમજ ઊંચા ગામનું ગૌરવ વધાર્યુ હતું. ગામના સૌ આગેવાનો તેમજ પોતાના માતા પિતા તેમજ શાળા પરિવાર દ્વારા અર્પિતાકુંવર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઉત્તરણીય થયેલ તમામ વિધાર્થીઓ ને શાળા પરિવાર અને મંડળ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામા આવી હતી









