પાવર પટ્ટીની અંતરિયાળ અને ગ્રામ્ય કક્ષાની સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા,કચ્છનું ધોરણ-10 અને-12નું ઐતિહાસિક 100% પરિણામ.
પંચ કલાઓના પાવરની સાથે શૈક્ષણિક ક્ષેત્રે ધો.10 ની વિધાર્થીની દ્રષ્ટિ ભાનુશાલીએ A1 ગ્રેડ મેળવી પાવરપટ્ટીનો શિક્ષણનો પાવર પણ બતાવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૩ મેં : ધોરણ 10 માં એક વિદ્યાર્થીની A1 ગ્રેડ અને પાંચે A2 ગ્રેડ તેમજ ધોરણ 12 માં છ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનુ નામ રોશન કર્યુ.
આ વર્ષ 2024 માં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ 91.93%, કચ્છ જિલ્લાનુ 94.23%, નખત્રાણા કેન્દ્રનું 93.95% અને એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણાનું પરિણામ સૌપ્રથમ વખત 100% આવેલ હતું. જેમા પ્રથમ ક્રમે ગાગલ રમેશકુમાર બીજલભાઇ, દ્વિતીય નઝાર આરતી પ્રભુલાલ, તૃતીય આયર રૂપલબેન ભામુભાઇ, ચતુર્થ નઝાર રોહિત દેવજીભાઈ, પાંચમો આયર પૂજાબેન મમુભાઈ તેમજ છઠ્ઠા ક્રમેનઝાર મિતલબેન શિવજીભાઇએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ હતો.તેવી જ રીતે ધોરણ 10 માં પણ 100 % પરિણામ આવતા સોનામાં સુગંધ ભળી હતી. એસ.એસ.સી. બોર્ડનુ પરિણામ 82.56% , જીલ્લાનું 85.31%, ઢોરી કેન્દ્રનું 86.88% અને શાળાનું આ વર્ષ 2024 માં 100% પ્રાપ્ત થયેલ હતું. ધો. 10 ની વિધાર્થીની દ્રષ્ટિ મહેશભાઈ ભાનુશાલીએ 92.50% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. ત્યારબાદના ક્રમમાં નઝાર ભક્તિ શિવજીભાઇ, આહિર મયૂર વિસા, સોરા ખતુબાઇ હસણ, ગરવા કંચન હરેશકુમાર, ડાંગર હેતલબેન મમુભાઈએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તેમજ ગામનુ નામ રોશન કરેલ હતુ.
આ વર્ષે એક સાથે બંન્ને SSC અને HSC બોર્ડના 100% પરિણામ સારસ્વતમ સંચાલિત પૂજા આણંદજી હાઇસ્કૂલ, નિરોણાના આવતા ખૂબ જ ખૂશીનો માહોલ જોવા મળેલ હતો. શિક્ષણની સાથે સાથે ૮ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલર માટે પસંદગી, ભારતીય સંસ્કૃતિ પરીક્ષામાં રાજ્ય સુધી વિજેતા, સ્ટેમ ક્વિઝમાં રાજ્ય કક્ષાએ ભાગ લઈ ડ્રોન જીતવુ તેમજ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી જીત મેળવવી વગેરે પ્રવૃત્તિઓ માટે પણ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સરપંચ શ્રી, ગામના અગ્રણીઓ તેમજ વાલીગણે વિધાર્થીઓ, શાળાના માર્ગદર્શક સુકાની આચાર્ય શ્રી તેમજ સમગ્ર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સમર્પિત ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ હતી.










