
મહેસાણા રાધનપુર ચોકડી પાસે આવેલ ટયુશન કલાસીસ ચલાવતા શિક્ષકે અગમ્ય કારણો સર આપઘાત કરતા ચકચાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા રાધનપુર ચોકડી પાસે આવેલ કૃષ્ણમ સ્કાય વોક કોમ્પ્લેક્ષ ખાતે આવેલ ટયુશન કલસીસ ચલાવતા શિક્ષકે કોઈ અગમ્ય કારણોસર કલાસીસ ના રૂમમાં પંખા ઉપર લટકી આપઘાત કરતા લોકોમાં ભારે ચકચાર જાગી છે બનાવને પગલે 108 અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાધનપુર ચોકડી ઉપર આવેલ સ્કાય વોક કોમ્પ્લેક્ષ માં આવેલ પ્રેરણા ટયુશન કલાસીસ ના શિક્ષકે રવીવારે રજા ના દિવસે શિક્ષકે કલાસીસ ના રૂમમાં પંખા પર લટકી ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરતા બપોરે કોમ્પ્લેક્ષ ખાતે ટોળા ઉમટી પડ્યા હતા જોકે પોલીસ અને 108 ને બોલાવવામાં આવી હતી. જ્યાં લટકે લાશ ને પંખા પરથી ઉતારી લઈ ને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલમાં પોલીસે આપઘાત નો પ્રાથમીક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે