BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગર, વિસનગર કેન્દ્રમાં અવ્વલ નંબરે આવી

  10 મે વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર શહેરની મધ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થા છે. જે વિદ્યાથીઓને ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ઉન્નત બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે. સંસ્થાના ભગીરથ પ્રયાસોની ફળશ્રુતિ રૂપે હાલમાં ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2024 એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ની પરીક્ષામાં (ગુજરાતી માધ્યમ-Bગ્રુપમાં) પટેલ રિયા યોગેશકુમાર P.R.99.83 મેળવી વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર તથા એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ (કોમર્સ) માં પ્રજાપતિ હેપ્પી ગોવિંદભાઈ P.R.98.77 મેળવી વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિસનગર કેન્દ્રમાં આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરેલ છે. આમ ધોરણ 12 આર્ટસ માં 100 % પરિણામ અને કોમર્સમાં 95 % પરિણામ પ્રાપ્ત કરેલ છે.આ સાથે બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2024 ની એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગરના બેસ્ટ પાંચ વિદ્યાર્થીઓમાં પટેલ રિયા યોગેશકુમાર P.R.99.83 મેળવી પ્રથમ નંબર, પટેલ માર્ગી અશ્વિનભાઈ P.R.97.85 મેળવી દ્વિતીય નંબર, પ્રજાપતિ નિયતિ વિષ્ણુકુમાર P.R. 95.02 મેળવી તૃતીય નંબર, ઠાકોર હરેશજી વિજયજી P.R.91.47 મેળવી ચોથો નંબર તથા ચૌધરી ધ્રુપ પરથીભાઈ P.R.88.17 મેળવી પાંચમો નંબર પ્રાપ્ત કરેલ છે. તથા એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગરના બેસ્ટ પાંચ વિદ્યાર્થીઓમાં પ્રજાપતિ હેપ્પી ગોવિંદભાઈ P.R.98.77 મેળવી પ્રથમ નંબર, ચૌધરી ખેતાભાઈ સુદામાંભાઈ P.R.94.99 મેળવી દ્વિતીય નંબર, ઘાંચી અબીદાબેન હારૂનભાઈ P.R.91.88 (કોમર્સ) મેળવી તૃતીય નંબર, રબારી પાયલ બળદેવભાઈ P.R.93.18 મેળવી ચોથો નંબર, સુથાર ભાગ્યશ્રી શૈલેષભાઈ P.R.90.69 મેળવી પાંચમો નંબર પ્રાપ્ત કરેલ છે. આમ વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બંને વિદ્યાર્થીનીઓને તથા શાળામાં પ્રથમ પાંચ નંબર પ્રાપ્ત કરી આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી, સુપરવાઈઝર તથા સ્ટાફ મિત્રોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button