DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં મુખ્ય ડોકટરોની ભરતી નહીં કરાતા સામાજિક કાર્યકરો રોષે ભરાયા.

તા.10/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રાની રાજ રાઇસિંહજી સિવિલ હોસ્પિટલ ધ્રાંગધ્રા હળવદ અને માલવણ જેવા મહત્વના સેન્ટરો સામે એક જ અતિ મહત્વનું અને ઉપયોગી બની શકે એવું સરકારી દવાખાનું છે પણ અહીં છેલ્લા 15 વર્ષથી મહેકમ મુજબના જરૂરી ર્ડોકટરની ભરતી કરવામાં આવતી નથી જેના લીધે ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક ગરીબ લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે પણ તંત્ર કે સરકારના પેટનું પાણી ય હલતું નથી જો કે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ર્ડો અને સ્ટાફની જરૂરી પૂરતી કરવા મોટુ જન આંદોલન પણ થયું હતું જેમાં સામાજિક કાર્યકર સિંધુ દિલસેના 9 દિવસના આમરણ ઉપવાસ બાદ થોડો સમય ર્ડો અને સ્ટાફ મુકવામાં આવ્યા હતા પણ 3 વર્ષ બાદ ફરી રાજ રાઇસિંહજી હોસ્પિટલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે નાનામાં નાની તકલીફોમાં દર્દીને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવી રહ્યા છે ત્યારે એક સમયે ધ્રાંગધ્રાના લોકલાડીલા પૂર્વ આરોગ્ય મંત્રી આઈ કે જાડેજા ધ્વરા આ હોસ્પિટલને આપવામાં આવેલા કરોડાના આધુનિક ઉપકરણો તેના ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે હમણાં હાલમાં જ જિલ્લા સંકલન સમિતીમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ ધ્રાંગધ્રા તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ર્ડો ની ભરતી કરી આરોગ્ય સ્તર સુધારવા ખાસ વિનંતી કરી હતી ત્યારે છેલ્લા 5 મહિનાથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક, પેડિયાંટ્રીક, ઓર્થોપેડિક અને સર્જન જેવા મહત્વના ર્ડો ની ગેરહાજરીમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેને લઈને ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો ફરી મેદાને પડ્યા હોવાનું હાલ નજરે ચઢી રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button