અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
છીટાદરા ઉચ્ચ.મા.હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ, વિધાર્થીની એ 92.29 ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ
ગુજરાતમાં ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં આ સાલે એકદરે પરિણામ સારુ રહ્યું હતું અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકામાં આવેલ છીટાદરા ઉચ્ચ.મા.હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું હતું.શાળામાં પ્રથમ ક્રમે અવનીબેન સંજયભાઈ એ જેમણે 92.29 ટકા મેળવ્યા હતા જયારે બીજા ક્રમે ડામોર ધનલક્ષ્મી દીપકભાઈ એ 90.29 ટકા મેળવ્યા તેમજ ત્રીજા ક્રમે પરમાર વિશ્વાબહેન શૈલેષભાઇ એ 90.14 ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું ખાસ કરીને શાળામાં કુલ 86 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં થી 86 વિધાર્થીઓ પાસ થયાં હતા શાળાના મંડળના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો તેમજ આચાર્ય,અને શાળા પરિવાર દ્વારા ધોરણ 12 માં ઉત્તરણીય થયેલ તમામ વિધાર્થીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી









