
વિજાપુર વિધાનસભા26 પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી ના તમામ EVM બાસણા મતગણતરી ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા
કાઉન્ટિંગ સેન્ટર ખાતે રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને સર્વેલન્સ પણ મૂકવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી શરૂ હોવાથી વિજાપુર વિધાનસભા 26 ની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી ના ઇવીએમ મશીન બાસણા ખાતે સુરક્ષા કવચ સાથે રાખવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ નાગરાજને મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ, બાસણા ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી આ મુલકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વરશ્રી આદિત્ય નેગી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી એમ નાગરાજને જણાવ્યું હતું કે, ૦૪-મહેસાણા સંસદીય મતવિસ્તારના અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિજાપુર વિધાનસભાના તમામ EVM મર્ચન્ટ કોલેજ, બાસણા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અને કાઉન્ટીંગ સેન્ટર પણ અહીંયા જ ઊભું કરવામાં આવશે ત્યાં સુધી આ EVM થ્રી ટાયર સિક્યુરિટીમાં સુરક્ષિત રાખવામાં આવશે. થ્રી ટાયર સિક્યુરિટીમાં પોલીસ, આમ ગાર્ડ અને સેન્ટ્રલ CISFના જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગરૂમનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્ર ખાતે માળખાકીય સુવિધાઓ તેમજ કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી એજન્ટ એટલે કે કાઉન્ટિંગ એજન્ટ માટે પણ જગ્યા રાખવામાં આવી છે. કાઉન્ટિંગ એજન્ટ મત ગણતરીની પૂરી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે જોઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે.વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યુ હતું કે, આ કાઉન્ટિંગ સેન્ટર ખાતે રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને સર્વેલન્સ પણ મૂકવામાં આવ્યું છે તેમજ CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે.આ મુલાકાતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક બારહટ અને નિવાસી અધિક કલેકટરશ્રી એસ.સી. સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા.





