વાંસદા તાલુકાના બારતાડ ઉનાઈ ગામે મોડી રાત્રે અગમ્ય કારણસર બે ભાઇના મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી થઈ ગયા.
પ્રિતેશ પટેલ: વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકાના બારતાડ ઉનાઈ ગામે મોડી રાત્રે અગમ્ય કારણસર બે ભાઇના મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી
સહિતી માલમત્તા બળીને ખાખ થઇ ગઇ હતી. ઉપરાંત બે બકરી પણ ભડથુ થઇ ગઇ હતી. ઉપરાંત ઢોરને બચાવવા
જતાં ઘર માલિકને આગની ઝાળ લાગતાં સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અગ્નિશામક પહોંચે તે પહેલાં બન્ને ઘર બળીને ખાખ થઈ ગયા હતા. ઉનાઈના
બારતાડ ઝાડી ફળિયામાં રહેતા ખેડૂત ઠાકોરભાઈ અને તેમના પુત્ર સંજયભાઈનો પરિવાર ગતરોજ રાત્રે 12 કલાકે ઘરમાં સુતો હતો. તે દરમિયાન મોડી રાત્રે અગમ્ય કારણોસર
ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે પરિવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. આગ
અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં આગે વિકરાળ રૂપધારણ કરતા નજીકના ઘરને પણ લપેટમાં લઈ લીધું હતું.
ઘરમાં રહેલા બે સિલિન્ડર બ્લાસ્ટ થતા બન્ને મકાનો બળીને રાખ થઈ ગયા હતા. આગમાં બે બકરી, બાઇક, રોકડ રકમ સહિત સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગથી લાખોનું નુકસાન ઉઠાવવાનો પરિવારને વારો આવ્યો હતો.ઢોરોને બચાવવા જતા સાધારણ આગની ઝાળ લાગી જતાં
ઠાકોરભાઈ પટેલને વાંસદા કોટેજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતો .આગથી એક ઢોર દાઝી ગયું હતું. માહિતીની જાણ પડતાં જ તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ મધુભાઇ,
કારોબારી અધ્યક્ષ તરુણભાઈ, ધરમપુરી ગામના સરપંચ ચંદાબેન તથા વિરોધ પક્ષના નેતા બાબજુભાઈ એ પીડિત પરિવારના ઘરે જઈ મુલાકાત લઈ જરૂરી ઘર સામગ્રી પૂરી પાડી હતી. આ આગમાં ઘર માલિક માત્ર પહેરેલા કપડા વગર કશું બચ્યું નથી
[wptube id="1252022"]