કાલોલ એનએમજી હોસ્પીટલ અને ઓડ ફળિયા મેઈનરોડ પાસેની ગટર ઉભરાતાં ગટરના ગંદા પાણી રોડ ઉપર.!!

તારીખ ૦૮/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલા ઓડ ફળિયા મેઈનરોડ પાસેથી પસાર થતા રોડની બન્ને બાજુ ગટર લાઈન સાફસફાઈ ન થતાં ગટર ઉભરાઈ જતાં ગટરના ગંદા પાણી રોડ ફેલાયા છે અને ગટરના પાણી રોડ ઉપર ફેલાતા ગંદા પાણીની દહેશત ફેલાઈ છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે બીજી તરફ કાલોલ શહેર સ્થિત એનએમજી હોસ્પિટલ પાસે નગરપાલિકા દ્વારા ગટર યોજના બનાવેલ છે પરંતુ આ યોજના રહીશો ને લાઈન આપી નથી તેમ છતા પણ નગરપાલિકાની બેદરકારી ને કારણે લોકોએ પોતાની ડપટ ના કનેક્શન ગટર લાઇન મા આપી દીધા છે અને આ કારણે વારંવાર જાહેર માર્ગો પર ગટર ઉભરાવા ના બનાવો બને છે આજ રોજ એનએમજી હોસ્પિટલ પાસે ગટર ઉભરાવવાને કારણે સમગ્ર હોસ્પિટલ સંકુલમાં ગંદા પાણીની રેલમછેલ જામી ગઈ હતી અને હોસ્પિટલમાં આવતા દર્દીઓને પારાવાર તકલીફ પડી હતી. કાલોલ નગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઈન ના જોડાણો આપ્યા નથી તેમ છતાં પણ લોકોએ બારોબાર પોતાની નફતના જોડાણો ગટર સાથે જોડાણ કરતા આવી પરિસ્થિતિ ઉત્પન થઈ રહી છે.











