BHUJGUJARATKUTCH

મતદાન મથકમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-05 મે  : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાનના દિવસે મતદાન મથકમાં કોઈ અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરે નહીં તેની તકેદારી રાખવી જરૂરી છે. આ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી અધિકારી માટે બહાર પાડવામાં આવેલી આર.ઓ. હેન્ડબુકના “ધી પોલ” ચેપ્ટરમાં મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર,તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિઓ, ફરજ પરના જાહેર સેવક, મતદારના હાથમાં રહેલા બાળક, અંધ/અશક્ત મતદાર કે જે કોઈ વ્યક્તિની મદદ સિવાય હલી ચલી શક્તા નથી તેવા મતદારો સાથે કોઈ એક વ્યક્તિ, પ્રિસાઈડીંગ ઓફિસર મતદારોને ઓળખવા અથવા મતદાનના કાર્યમાં પ્રિસાઈડીંગ ઓફિસરને મદદ કરવાના હેતુસર પરવાનગી આપે તેવી અન્ય કોઈ વ્યક્તિ, ઝેડ પ્લસ સિક્યુરીટી ધારકના સુરક્ષાકર્મી (સાદા વસ્ત્રોમાં અને શસ્ત્ર દેખાય નહી તે રીતે ગુપ્ત રાખીને) , આવા વ્યક્તિ પ્રવેશ કરી શકે તે માટે સૂચનાઓ આપવામાં આવેલી છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ કચ્છ–ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકમાં ઉપર જણાવ્યા સિવાયના વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહી તેમ ફરમાવેલ છે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બન્ને સજા થઈ શક્શે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button