BHUJGUJARATKUTCH

આગામી ૭મી મે- ના લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ઔધોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતાં મતદારોને સવેતન રજા.

વાત્સલ્રમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-05 મે  : ભારત સરકારના ગૃહ મંત્રાલયના ૮મી મે-૧૯૬૮ના જાહેરનામા ક્રમાંક/૩૯૧/૬૮/જેયુડીએલ-૩ સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ૨૬ મા) ની કલમ-૨૫ના ખુલાસાને અનુસરીને ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮-ખંભાત, ૧૩૬-વાઘોડીયા, ૮૫-માણાવદર અને ૮૩-પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકોની માટેની પેટા ચૂંટણીના કારણે, મંગળવાર તા.૭મી મે-૨૦૨૪ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી છે.સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોક લોકપ્રતિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫-બી(૩) અનુસાર નોંધાયેલા મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જયાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔધોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) (૧) અંતર્ગત સવેતન રજાનો હક્કદાર.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button