GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Dhoraji: ધોરાજીમાં આઇસ્ક્રીમ સ્ટોર ખાતે સ્ટાફને મતદાન માટે જાગ્રત કરાયા

તા.૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સ્ટોરના ગ્રાહકો આઇસ્ક્રીમ સાથે મતદાતા જાગૃતિનો સંદેશ લઈને જશે
Rajkot, Dhoraji: લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાતાઓ ૭ મે ના રોજ મોટા પ્રમાણમાં મતદાન કરે તે માટે મતદાતા જાગૃતિના અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ૭૫ ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી જયેશ લિખિયાના માર્ગદર્શન હેઠળ અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે,
જેમાં ધોરાજીના રંગોલી આઇસ્ક્રીમ પાર્લર ખાતે સ્ટાફને પોતાના મતાધિકારનો અવશ્ય પ્રયોગ કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં પ્રોડક્ટ પેકિંગ પર મતદાનનો સંદેશ આપતાં સ્ટિકર થકી દરેક ગ્રાહક મતદાન અવશ્ય કરવાનો સંદેશ લઈને જશે.
[wptube id="1252022"]