AHAVADANG

ડાંગ જિલ્લાના સાકરપાતળ ખાતે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના સાકરપાતળ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે, તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, સાકરપાતળ ગામમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ/આંગણવાડી કાર્યકરો/આશાવર્કર તેમજ આરોગ્યના કર્મચારીઓએ ગામના હાટ બજાર અને સ્થાનિક દુકાનો ખાતે મતદાર જાગૃતિના ફ્લેકસ બેનર-પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા.

આ ઉપરાંત ગામના રસ્તાઓ ઉપર મતદાર જાગૃતિના વિવિધ સ્લોગન અને રંગોળી તૈયાર કરી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪માં દરેક નાગરીક મતદાનનું મહત્વ સમજે અને અવશ્ય મતદાન કરે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button