
મહેસાણા રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ગરબા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી -૨ ……… મત આલે રે મતવાલી રે રંગમાં રંગ તાળી…..ગુજરાતના ગૌરવગાન સાથે આ ગરબાએ ગતરોજ રંગ રાખ્યો હતો. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર મહેસાણા દ્વારા રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ગરબા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં તા.૦૭ મે,૨૦૨૪ ને મંગળવાર ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહેસાણા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ.નાગરાજનના દિશા નિર્દેશ હેઠળ “સ્વીપ “અંતર્ગત મતદાન જનજાગૃતિ માટે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવૃત્તિ ચૂંટણી દ્વારા રાજમહેલ પ્રાંગણમાં મતદાન જાગૃતિનો સંદેશ આપતા મતદાન જાગૃતિ ગરબા યોજાયા હતા. જેમાં સ્થાનિકો તેમજ આસપાસની સરકારી કચેરીઓના લોકોએ રસપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો તેમજ મતદાન જનજાગૃતિ માટેના પ્રચાર પ્રસારમાં પણ સહભાગી બન્યા હતા.





